Geo Gujarat News

વાગરા: સારણ-સાયખા માર્ગ પર ફોર્સ ક્રૂઝર પલટી મારી, મોટી જાનહાનિ ટળી

વાગરા તાલુકાના સારણ-સાયખા માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, સારણ તરફથી સાયખા જઈ રહેલી ફોર્સ કંપનીની ક્રૂઝર GJ-16-AY-2586 ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને જોતજોતામાં પલટી મારી ગયું હતું. અકસ્માત થતાં જ માર્ગ પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ચમત્કારિક બચાવ, વાહન ક્ષતિગ્રસ્ત, મુસાફરો સુરક્ષિત : આ અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર ઇજા કે જાનહાનિના સમાચાર સામે આવ્યાનથી. અકસ્માત થતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન થોડા સમય માટે માર્ગ પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.નવીનીકરણ બાદ વધતી સ્પીડ ચિંતાનો વિષય : સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સારણ-સાયખા માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે. રોડની સ્થિતિ સુધરતા વાહનચાલકો હવે બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે. રસ્તાઓ સારા બન્યા છે પરંતુ તેની સાથે ગતિ મર્યાદાના ઉલ્લંઘનને કારણે નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે વાહનચાલકો જવાબદારીપૂર્વક ડ્રાઈવિંગ કરે જેથી ભવિષ્યમાં આવી હોનારતો અટકાવી શકાય.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.