Geo Gujarat News

વાગરા: વસ્તી ખંડાલી ગામે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશભક્તિનો માહોલ સર્જ્યો

​દેશના 77મા પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશ સાથે વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામમાં પણ ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામની શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. ​આ પ્રસંગે આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના નાના બાળકોએ વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મધુર અને પ્રભાવશાળી વાણીમાં બાળકોએ દેશની આઝાદીના લડવૈયાઓ અને બંધારણના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, દેશપ્રેમથી સભર નાટકો દ્વારા બાળકોએ સામાજિક સંદેશ અને રાષ્ટ્રભક્તિની પ્રેરણા પૂરી પાડી હતી.કાર્યક્રમ દરમિયાન નાટકોની ભજવણી અને બાળકોના આત્મવિશ્વાસને જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. ​કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં ગામના સરપંચ, અગ્રણીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વસ્તી ખંડાલી ગામના યુવા ધન અને બાળકોમાં રહેલી આ દેશભક્તિ જોઈ સમગ્ર ગામનું વાતાવરણ રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.