આમોદ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો અવસર વાગરા પોલીસ માટે ગૌરવના ક્ષણો લઈને આવ્યો હતો. વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અને વિપુલભાઈ મનુભાઈને તેમની સરાહનીય કામગીરી બદલ જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા સમાહર્તાના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી જાહેર મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બંને પોલીસ જવાનોએ વર્ષો જૂના વણઉકેલાયેલા કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. છેલ્લા ૩૦ વર્ષથી ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કાયદાનું શાસન સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ નિષ્ઠાવાન અને જોખમી કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અગાઉ પણ પોતાની ફરજ પ્રત્યેની સમર્પણ ભાવના માટે ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત થઈ ચૂક્યા છે. પ્રજાસત્તાક પર્વના પાવન દિવસે જિલ્લાના મુખ્ય મંચ પરથી આ સન્માન મળતા વાગરા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે અને સાથી કર્મચારીઓ દ્વારા બંને જવાનો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com