Geo Gujarat News

કોંગ્રેસ ની જન આક્રોશ રેલીનું નબીપુરમા કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું, કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહયા

હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી રહી છે જે અંતર્ગત આ રેલીએ આજે ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. આ રેલી આજે ભરૂચ શહેરમાં થઈ દયાદરા, કોથી અને હિંગલ્લા થઈ નબીપુર ખાતે નેશનલ હાઇવે ઉપર ઝનોર ચોકડી ખાતે પહોંચી હતી. જ્યા કોંગી કાર્યકરો દ્વારા ફુલહારથી સ્વાગત કરાયું હતું. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, નબીપુરના તાલુકા સભ્ય સકીલ અકુજી અને પૂર્વ સાંસદ અહમદ પટેલ ની પુત્રી મુમતાઝ પટેલ જોડાયા હતા. રેલીનું સ્વાગત કરાયા પછી રેલી આગળની યાત્રા માટે પ્રસ્થાન થઈ હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.