આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે 64 પર આજે રાત્રે એક કંપારી છૂટી જાય તેવી દુર્ઘટના સર્જાઈ હતી. હાઈવે પર એક ટેન્કરમાં અચાનક ભીષણ આગની લપેટમાં આવી જતાં જોતજોતામાં લોખંડી માળખું ધખધખતા અંગારામાં ફેરવાઈ ગયું હતું. બત્રીસી નાડા નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટા અને અગનજ્વાળાઓ દેખાતી હતી, જેના કારણે માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી.
ધધખતી આગના ગોળા સમાન બનેલા આ ટ્રકને ઠારવા માટે ફાયર વિભાગના કાફલાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે લાખોની કિંમતનો આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો છે. માર્ગ પર દોડતા વાહનોમાં સુરક્ષાના અભાવે કે અન્ય ક્ષતિના કારણે સર્જાતી આવી ગંભીર આગની ઘટનાઓએ હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023