Geo Gujarat News

ભરૂચ: પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ખેંચતાણ, કોંગ્રેસ વિરોધી પ્રદર્શનમાં પૂતળા દહન અટકાવતા સર્જાઈ અફરાતફરી.

નવી દિલ્હીમાં યોજાયેલ વૈશ્વિક AI સમિટમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલા વિરોધના મામલે ભરૂચમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ મેદાને આવી કોંગ્રેસ સામે આક્રમક દેખાવો કર્યા હતા. ભાજપ યુવા મોરચાના મતે, ટેકનોલોજીના આ પ્રગતિશીલ મંચનો વિરોધ કરીને કોંગ્રેસે દેશના વિકાસમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. જેની સામે ભરૂચમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ભરૂચ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જીગ્નેશ મિસ્ત્રીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો જે.પી. કોલેજ ખાતે એકઠા થયા હતા. અહીંથી એક વિશાળ વિરોધ રેલી સ્વરૂપે કાર્યકરો શીતલ સર્કલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ હાય-હાયના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના પૂતળાનું દહન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસે સમયસૂચકતા વાપરી પૂતળા દહન અટકાવ્યું હતું.આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે પરિસ્થિતિને ત્વરિત થાળે પાડી દીધી હતી. યુવા મોરચાના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ પક્ષ વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરડવા માંગે છે. અંતે, ભારે સૂત્રોચ્ચાર અને પોલીસ સાથેની રકઝક બાદ આ વિરોધ પ્રદર્શન પૂર્ણ થયું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.