Geo Gujarat News

વાગરા પોલીસે વિલાયત અને સલાદરા સહિતના વિસ્તારોમાં દરોડા પાડી 14,600 ની કિમતનો ૭૩ લિટર દારૂ જપ્ત કર્યો, બુટલેગરોમાં ફફડાટ

વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે પોલીસ દ્વારા આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તારીખ ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વાગરા પોલીસની અલગ-અલગ ટીમોએ વિલાયત, સલાદરા અને વાગરાના રહેણાંક વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો. આ બે દિવસીય કાર્યવાહી દરમિયાન પોલીસે ગેરકાયદેસર દેશી દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક પગલાં ભરીને અનેક બુટલેગરોને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ખાસ ડ્રાઈવ અંતર્ગત વિલાયત GIDC વિસ્તારમાં કુલ ૩ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સલાદરા ગામમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ અલગ-અલગ સમયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાગરાના કોઠી ફળીયા તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાંથી પણ ગેરકાયદેસર દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસની આ વિવિધ કાર્યવાહીમાં કુલ ૭૩ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૪,૬૦૦ જેટલી થાય છે.

આ તમામ કિસ્સાઓમાં પોલીસે ગુના નોંધીને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ભોપાભાઇ ગફુરભાઇ, સુરેશભાઈ ઈશ્વરભાઈ વાઘેલા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની આ આકરા તેવર જોઈને પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.