અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયત સંચાલિત સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ અત્યારે પ્રદૂષણની જ્વાળાઓમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ફરી એકવાર અહીં ભીષણ આગ ફાટી નીકળતા આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શ્વાસ લેવો પણ દુષ્કર બન્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, હજુ ગત ૧૦ ફેબ્રુઆરીએ જ આ સ્થળે આગ લાગી હતી, અને ગણતરીના દિવસોમાં જ પુનરાવર્તિત થયેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી પ્રબળ શંકા સેવવામાં આવી રહી છે કે, નજીકના સ્ક્રેપ માર્કેટના કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે અહીં પ્રતિબંધિત કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે અને તેનો નિકાલ કરવા માટે તેને ગેરકાયદેસર રીતે સળગાવી દેવામાં આવે છે. આ ઝેરી ધુમાડો પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યો છે ત્યારે તંત્ર આ દિશામાં ઊંડી તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉગ્ર બની છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com