Geo Gujarat News

અંકલેશ્વર: ચૌટાનાકા પાસે પેટ્રોલ પંપ પરથી ધોળા દિવસે બુલેટની ઉઠાંતરી, ઘટના CCTV માં કેદ

અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં તસ્કરોએ પોલીસનો ડર રાખ્યા વિના ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી ગઈ છે. આંબોલી ગામના રહીશ જીતેશ વસાવાએ પોતાની કિંમતી બુલેટ બાઇક પેટ્રોલ પંપ નજીક પાર્ક કરી હતી, જેની પર બે અજાણ્યા શખ્સોની નજર પડી હતી. તક મળતા જ આ તસ્કરોએ બાઇકની લૉક સાથે છેડછાડ કરી ગણતરીની મિનિટોમાં વાહન લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની હિંમતભરી કરતૂત પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં શંકાસ્પદ ઈસમો સ્પષ્ટપણે બાઇકની ચોરી કરતા નજરે પડે છે. ઘટનાની જાણ થતા જ ભોગ બનનાર યુવકે અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના અન્ય કેમેરાઓના આધારે પણ આ ચોર ટોળકીનું પગેરું મેળવવા મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.