Geo Gujarat News

અંકલેશ્વર: ઉભેલા આઈસર પાછળ ટ્રક અને પીકઅપ ઘૂસી જતાં અફરાતફરી, જાનહાનિ ટળી

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે એક શ્રેણીબદ્ધ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ વાહનો એકબીજા સાથે ટકરાતા ધોરીમાર્ગ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની વિગતો મુજબ, માર્ગ પર પંક્ચર પડવાને કારણે સ્થિર ઉભેલા એક આઈસર ટેમ્પોને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેની પાછળ આવી રહેલી પીકઅપ વાન પણ બ્રેક મારે તે પહેલાં જ આ વાહનો સાથે ધડાકાભેર ભટકાઈ હતી.

ભરચક ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં ત્રણેય વાહનોના કુરચા બોલી ગયા હતા, પરંતુ નસીબજોગે તમામ વાહનચાલકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ક્ષતિગ્રસ્ત વાહનોને સાઈડ પર ખસેડી, ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત કરી અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.