Geo Gujarat News

ભરૂચ: શાહીન પાર્કમાં 5 વર્ષની અમયરા નાવેદ અંજુમનો પહેલો રોજો પૂર્ણ, માસૂમ દુઆઓથી સૌનું દિલ જીત્યું

ભરૂચ શહેરના શાહીન પાર્ક વિસ્તારમાં રહેતી 5 વર્ષની અમયરા નાવેદ અંજુમે પવિત્ર રમઝાન માસ દરમિયાન પોતાનો પહેલો રોજો પૂર્ણ કરીને શ્રદ્ધા અને સંયમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાનકડી ઉંમર હોવા છતાં અમયરાએ વહેલી સવારે સહેરીથી લઈને સાંજે ઈફ્તાર સુધી મક્કમ મનોબળ સાથે ભૂખ અને તરસ સહન કરી અલ્લાહની ઈબાદત અદા કરી હતી. ગરમી અને લાંબા સમયના ઉપવાસ છતાં તેની ભક્તિમાં કોઈ ઓટ જોવા મળી નહોતી. દિવસભર ઈબાદત અને સંયમ પાળ્યા બાદ ઈફ્તાર સમયે અમયરાએ ખુદાની બારગાહમાં હાથ ઉંચા કરી પરિવારની સુખ-શાંતિ, દેશમાં અમન-ચમન અને સૌના સારા સ્વાસ્થ્ય માટે માસૂમ દિલથી વિશેષ દુઆઓ માંગી હતી. તેની નિર્દોષ દુઆઓએ હાજર સૌના દિલ જીતી લીધા હતા.અમયરાના આ પ્રથમ રોજાને યાદગાર બનાવવા પરિવારજનોએ તેને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. વડીલોએ આશીર્વાદ આપી મીઠાઈ ખવડાવી તેની હિંમત અને આસ્થાને બિરદાવી હતી. નાનકડી બાળકીની આ ગંભીર આસ્થા જોઈને સ્થાનિકોમાં પણ ગર્વ અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. પવિત્ર રમઝાન માસમાં આવી પ્રેરણાદાયી ઘટનાઓ સમાજમાં શ્રદ્ધા, સંયમ અને એકતાનો સંદેશ પ્રસરાવે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.