Geo Gujarat News

ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને RDXથી ઉડાવી દેવાની ધમકી, ભરૂચમાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને RDX વડે ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા સુરક્ષા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીના સુપરિન્ટેન્ડન્ટના સત્તાવાર આઈડી પર આ ધમકીભર્યો મેઈલ પ્રાપ્ત થતા જ કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી કચેરી ખાલી કરાવી તમામ કર્મચારીઓ અને અરજદારોને બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બી-ડિવિઝન પોલીસ, SOG અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ ધમકીને પગલે પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ ધરાવતા અને દૂર-દૂરથી આવેલા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હાલમાં સાયબર ક્રાઈમ શાખા આ ઈ-મેઈલના સ્ત્રોતની તપાસ કરી રહી છે, અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.