Geo Gujarat News

ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓનો મેળાવડો, સાયબર ક્રાઇમ અને ગુડ-બેડ ટચ વિશે અપાયું માર્ગદર્શન

ભરૂચ શહેરની ભારતી વિદ્યાલયના ધોરણ 8 અને 9ના અંદાજે 80 જેટલા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે ભરૂચ રેલ્વે પોલીસ અને RPF પોલીસ સ્ટેશનની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોલીસની કાર્યપ્રણાલીથી અવગત કરાવવાનો અને પોલીસ પ્રજાનો મિત્ર છે. તેવો સકારાત્મક સંદેશ આપવાનો હતો. રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી, સુરક્ષા વ્યવસ્થા, હથિયારોની સમજ અને લૉકઅપ જેવી પ્રક્રિયાઓ વિશે જીવંત માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ મુલાકાત માત્ર કાર્યપ્રણાલી સુધી સીમિત ન રહેતા, અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને વર્તમાન સમયના મહત્વના વિષયો જેવા કે સાયબર ક્રાઇમ, ઓનલાઇન ગેમિંગમાં સાવચેતી અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, બાળકોની વ્યક્તિગત સુરક્ષા માટે અત્યંત જરૂરી એવા ગુડ ટચ અને બેડ ટચ વિષય પર પણ વિશેષ સમજૂતી આપવામાં આવી હતી. PI કે.એસ. દેસાઈ, PSI સુરેન્દ્રસિંહ રાણા અને RPF ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થયો હતો અને સુરક્ષા અંગે જાગૃતિ આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.