જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે સગીર વયની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ ચકચારી ઘટનાની વિગતો મુજબ, એક ૨૬ વર્ષીય નરાધમે સગીરાની લાચારીનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. પીડિત પરિવાર દ્વારા આ અંગે વેડચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાંજ ૨૬ વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અને આ મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com