Geo Gujarat News

અંકલેશ્વર: માસૂમ પુત્રીના અવસાન બાદ વતન ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું.

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ સ્થિત શ્રી બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનના તાળા તોડી આશરે 90,000 ની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સોસાયટીના મકાન નંબર-71 માં રહેતા સંજય ક્રિપાલ યાદવ પોતાની એક વર્ષની પુત્રીના નિધન બાદ ધાર્મિક વિધિઓ માટે વતન ગયા હતા, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણાં સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પડોશીએ મકાનના તાળા તૂટેલા જોઈ સંજય યાદવને જાણ કરી હતી, ત્યારબાદ તેમના સંબંધી મારફતે જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શોકમગ્ન પરિવારના ઘરે થયેલી આ ચોરીની ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.