Geo Gujarat News

ભરૂચ: હોળી-ધૂળેટી પૂર્વે LCBનો સપાટો, કદવાલી ગામના સ્મશાનમાંથી 2.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આગામી હોળી-ધૂળેટીના તહેવારોને લક્ષમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલી વિશેષ ઝુંબેશમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગત ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કદવાલી ગામના સ્મશાન પાસેની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક બ્રેઝા કાર મારફતે ઉતારવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસની આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૭૨૦ નંગ નાની-મોટી બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ૨,૫૧,૬૪૦ જેટલી થાય છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મંગાવનાર અને સંતાડનાર તરીકે વિશાલ વસાવા અને મેહુલ વસાવાના નામ ખુલ્યા છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. રાજપારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.