Geo Gujarat News

ભરૂચ: પાલેજ પંથકમાં વીજ ચોરો પર DGVCLનો સપાટો, ૨૬ જોડાણોમાં ગેરરીતિ પકડાતા ૨૪.૯ લાખનો દંડ

ભરૂચ જિલ્લામાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે DGVCL વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત પાલેજ પંથકના હલદરવા, કહાન અને કિશનાદ ગામમાં વીજ વિભાગની ૧૬ ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા હતા. આ આકસ્મિક તપાસ દરમિયાન કુલ ૮૨૪ વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી ૨૬ જોડાણોમાં મીટર બાયપાસ અને લંગરિયા દ્વારા વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. વિભાગે આ તમામ કસૂરવારોને કુલ ૨૪.૯ લાખનો દંડ ફટકારી તેમના વીજ મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વીજ વિભાગના જણાવ્યા અનુસાર, ફીડર વાઈઝ યુનિટ લોસના ડેટાના આધારે જે વિસ્તારમાં વીજ વપરાશ અને બિલિંગ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે, તેવા વિસ્તારોને ટાર્ગેટ બનાવી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાઈ-લોસ ફીડર ધરાવતા ગામોને ચિહ્નિત કરી આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે તેવી વીજ તંત્રએ ચીમકી આપી છે. અગાઉ પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી પકડવા માટે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા, જેના કારણે વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.