આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલાપલેમ ગામમાં શનિવારે બપોરે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના કરુણ મોત નીપજ્યા છે. બપોરે અંદાજે ૨ વાગ્યે થયેલો આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ૫ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં ૨૦થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા. વિસ્ફોટ બાદ લાગેલી આગ અને કાટમાળ નીચે દબાઈ જવાથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનિતાએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી તેજ કરવા આદેશ આપ્યા છે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા રાહત કાર્ય ચાલી રહ્યું છે અને વિસ્ફોટ પાછળના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com