Geo Gujarat News

અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પર ભીષણ હવાઈ હુમલા, ૩૬ વિદ્યાર્થિનીઓના મોત

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શનિવારે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનના વિવિધ શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. ઈરાની સમાચાર સંસ્થા IRNA ના અહેવાલ મુજબ, દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં એક ગર્લ્સ સ્કૂલ આ હુમલાની ઝપેટમાં આવી જતાં ૩૬ નિર્દોષ વિદ્યાર્થિનીઓના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે ઈરાનમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે, જ્યારે સરકારી કચેરીઓ અડધી ક્ષમતા સાથે ચલાવવાનો આદેશ અપાયો છે.ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. સત્તાવાર નિવેદન દ્વારા ઈરાને ચેતવણી આપી છે કે તેઓ હંમેશા શાંતિ ઈચ્છતા હતા, પરંતુ હવે દેશની રક્ષા માટે સૈન્ય કાર્યવાહી અનિવાર્ય બની ગઈ છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ઈરાની સેના કોઈપણ હુમલાનો કડક અને નિર્ણાયક જવાબ આપવા સજ્જ છે અને આ વખતે વળતો પ્રહાર એવો હશે કે હુમલાખોરોને પસ્તાવાનો વારો આવશે. સંરક્ષણ મથકો અને નાગરિક વિસ્તારો પર થયેલા આ હુમલા બાદ હવે સમગ્ર વિશ્વની નજર ઈરાનના આગામી પગલા પર ટકેલી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.