Geo Gujarat News

આછોદ કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળો યોજાયો

આમોદ તાલુકાના આછોદ ગામ સ્થિત આછોદ કન્યા શાળા ખાતે ૨૮મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધે તે હેતુથી વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું.આ વિજ્ઞાન મેળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતી કુલ ૮૦ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ પોતાના પ્રયત્નોથી કુલ ૬૬ સ્ટોલ ઉભા કરી પર્યાવરણ સંરક્ષણ, પાણી બચત, સોલાર ઊર્જા, પ્રદૂષણ નિયંત્રણ તેમજ દૈનિક જીવનમાં ઉપયોગી વૈજ્ઞાનિક સાધનો જેવા વિષયો પર આધારીત મોડેલો અને પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું.વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિઓ સરળ ભાષામાં સમજાવી મહેમાનોને માહિતી આપી હતી, જેનાથી તેમની આત્મવિશ્વાસ અને પ્રસ્તુતિ કૌશલ્યનો પણ વિકાસ થયો હતો. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ યોજી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાના આચાર્ય ઇલ્યાસભાઈ પટેલ, વિજ્ઞાન શિક્ષક ઈમરાનભાઈ પટેલ તેમજ કલ્પેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.વિજ્ઞાન પ્રદર્શનના મૂલ્યાંકન માટે બુઆ પ્રાથમિક શાળાની ભાવિકા બેન પટેલ, માછાસરા પ્રાથમિક શાળાની કાજલ બેન તેમજ આમોદ કન્યા શાળાના પ્રતીક ભાઈ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન મેળો વિદ્યાર્થીનીઓમાં સંશોધનાત્મક વિચારધારા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.