પવિત્ર રમઝાન માસ એટલે ઈબાદત અને આત્મસંયમનો પર્વ.આ પવિત્ર માસમાં વાગરા નગરના વાંતા વિસ્તારમાં રહેતા સોહિલ રાજના ૮ વર્ષીય પુત્ર સૈફુલે પોતાના જીવનનો પ્રથમ રોજો પૂર્ણ કરી સમાજ સામે ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરમી વચ્ચે પણ આ માસૂમ બાળકે દિવસભર અન્ન-જળનો ત્યાગ કરી મક્કમ મનોબળ સાથે રોજો પાળ્યો હતો. નાની વયે સૈફુલની આ ધાર્મિક નિષ્ઠા જોઈ પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાંજે ઇફ્તારના સમયે પરિવારના સભ્યો દ્વારા સૈફુલને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવી ખૂબ જ લાડ-કોડથી વધાવવામાં આવ્યો હતો.
આ ભાવુક ક્ષણે સૈફુલે ખુદાની બારગાહમાં દેશ અને દુનિયામાં શાંતિ જળવાઈ રહે, પોતાના માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી વિશેષ દુઆઓ માંગી હતી. સોહિલભાઈના પરિવારે જણાવ્યું હતું કે, સૈફુલનો આ પ્રથમ રોજો તેમના માટે ગર્વની ક્ષણ છે. અને તેનાથી બાળકમાં સંસ્કાર અને ધૈર્યના ગુણો કેળવાશે. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો આ નાનકડા બાળકની હિંમત અને શ્રદ્ધાની પ્રશંસા કરી રહ્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com