Geo Gujarat News

અંકલેશ્વર-ઝઘડિયા રોડ પર અકસ્માત, દઢાલ સ્ટેન્ડ પાસે બાઈક ગરનાળામાં ખાબકતા ચાલક ઈજાગ્રસ્ત

અંકલેશ્વર: અંકલેશ્વરથી ઝઘડિયા તરફ જઈ રહેલા એક બાઈક ચાલકને દઢાલ સ્ટેન્ડ નજીક અકસ્માત નડતા નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલકે બાઈક પરથી કાબૂ ગુમાવતા મોટરસાઈકલ સ્લીપ થઈ રસ્તાની બાજુમાં આવેલા ગરનાળામાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતા જ ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. હાલમાં અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક સ્તરે તપાસ હાથ ધરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.