Geo Gujarat News

અજિત પવાર વિમાન દુર્ઘટના, AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ઓછી વિઝિબિલિટી અને સુરક્ષા ખામીઓ જવાબદાર!

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવારના નિધનને એક મહિનો પૂર્ણ થતા, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ આ ભયાનક વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, બારામતી એરસ્ટ્રિપ પર ઈમરજન્સી લેન્ડિંગના બીજા પ્રયાસ દરમિયાન માત્ર ૩ કિલોમીટરની અત્યંત ઓછી વિઝિબિલિટી (દૃશ્યતા) અને હવાઈપટ્ટી પરની સુરક્ષા ખામીઓ અકસ્માતનું મુખ્ય કારણ બની હતી. આ કમકમાટીભરી દુર્ઘટનામાં અજિત પવાર સહિત બંને પાયલટ, સુરક્ષા ગાર્ડ અને ફ્લાઇટ એટેન્ડન્ટના મોત નીપજ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે બ્લેક બોક્સ (CVR) માં પાયલટના છેલ્લા ગભરાટભર્યા શબ્દો રેકોર્ડ થયા છે, પરંતુ આગને કારણે ડેટા રિકવરીમાં મુશ્કેલી પડતા આંતરરાષ્ટ્રીય કંપની ‘હનીવેલ’ અને અમેરિકાના NTSBની મદદ લેવામાં આવી રહી છે. AAIB એ આ ઘટના બાદ DGCA ને કડક ભલામણ કરી છે કે VIP અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર ધરાવતા એરપોર્ટ્સ પર લેન્ડિંગ આસિસ્ટન્સ ઇક્વિપમેન્ટ અને હવામાન વિભાગની સુવિધાઓ તાત્કાલિક અપગ્રેડ કરવામાં આવે. હાલમાં વિમાન ઓપરેટર ‘વીએસઆર વેન્ચર્સ’ ના દસ્તાવેજો જપ્ત કરી વધુ ટેકનિકલ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.