Geo Gujarat News

સરહદો થશે અભેદ્ય, ચીન-પાકિસ્તાન બોર્ડર પર ભારત બિછાવશે વ્યૂહાત્મક ટનલનું જાળ, સેનાની તાકાત વધશે..

ભારત સરકાર ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોને વધુ સુરક્ષિત બનાવવા માટે હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં છ મોટી વ્યૂહાત્મક ટનલ બનાવવાની તૈયારી કરી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ પ્રોજેક્ટ્સના રિપોર્ટને ફાસ્ટ ટ્રેક પર લાવવા નિર્દેશ આપ્યા છે. આ કનેક્ટિવિટીના કારણે ભારતીય સેનાને ઓલ-વેધર એક્સેસ મળશે, એટલે કે ભારે હિમવર્ષા કે ખરાબ હવામાનમાં પણ લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના સરહદી વિસ્તારોમાં સૈન્ય હિલચાલ અને રજદારી અટકશે નહીં. આ પરિયોજનામાં સૌથી મહત્વની લદ્દાખની શિંકુ લા ટનલ છે, જે ૧૫,૮૦૦ ફૂટની ઊંચાઈ પર નિર્માણ પામી વિશ્વની સૌથી ઊંચી ટનલ બનશે. આ ટનલ દ્વારા લદ્દાખને ત્રીજો સુરક્ષિત વૈકલ્પિક માર્ગ મળશે. બીજી તરફ, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બનનારી ટનલ સેનાના ભારે તોપખાના અને મિસાઈલ સિસ્ટમને દુશ્મન સેટેલાઈટની નજરથી બચાવી સીધી LAC સુધી પહોંચાડવામાં ગેમ-ચેન્જર સાબિત થશે. જમ્મુ-કાશ્મીરમાં પણ અનંતનાગ અને કિશ્તવાડને જોડતી સિન્થન ટોપ ટનલનો પ્લાન અંતિમ તબક્કામાં છે, જે શિયાળામાં ખીણ સાથેનો સંપર્ક જાળવી રાખશે. માત્ર ઉત્તર ભારત જ નહીં, પરંતુ દક્ષિણમાં કેરળ અને પૂર્વોત્તરમાં મણિપુર સુધી ફેલાયેલું આ ટનલ નેટવર્ક ભારતની રક્ષણાત્મક અને આર્થિક શક્તિને નવી ઊંચાઈએ લઈ જશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.