Geo Gujarat News

ભરૂચ: વેજલપુરના એજાજ હુશેન પટેલની પુત્રી આઈરાએ રોજો રાખી દેશની અમન-શાંતિ માટે દુઆ ગુજારી

હિંમતે મર્દા તો મદદે ખુદા આ કહેવતને ભરૂચના વેજલપુર વિસ્તારની એક ૫ વર્ષની બાળકીએ સાર્થક કરી બતાવી છે. ભરૂચના વેજલપુર પારસીવાડમાં રહેતા એજાજ હુશેન પટેલની લાડકવાયી પુત્રી આઈરાએ માત્ર ૫ વર્ષની નાની વયે પોતાના જીવનનો પ્રથમ રોજો અત્યંત સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. માસૂમ આઈરાની આ અતૂટ શ્રદ્ધા જોઈને સમગ્ર વિસ્તારમાં તેની પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે આટલી નાની વયના બાળકો માટે આખો દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવું કપરું હોય છે, પરંતુ નાનકડી આઈરાએ પરોઢિયે ‘સહેરી’ કરી ત્યારથી જ મક્કમ નિર્ધાર કરી લીધો હતો. આખો દિવસ રમત-ગમતની સાથે અલ્લાહની ઈબાદતમાં પસાર કરી, સાંજે મગરીબની અઝાન સમયે રોજો ઇફ્તાર કર્યો હતો. રોજો ખોલ્યા બાદ આઈરાએ પોતાના માસૂમ હાથો ફેલાવી દેશમાં અમન, ચેન અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ભાવવિભોર થઈ દુઆઓ ગુજારી હતી.
દીકરીની આ સિદ્ધિ અને ધર્મ પ્રત્યેની તેની લગન જોઈને પટેલ પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો. પિતા એજાજ હુશેન અને પરિવારના અન્ય સભ્યોએ આઈરાને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવી તેને પ્રોત્સાહિત કરી હતી. આ અવસરે આસપાસના રહીશો અને સ્નેહીજનો પણ ઉમટી પડ્યા હતા અને આઈરાને આશીર્વાદ પાઠવ્યા હતા. આજકાલના આધુનિક યુગમાં પણ બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ એજાજ હુશેન પટેલના પરિવારે પૂરું પાડ્યું છે. ૫ વર્ષની આઈરા દ્વારા રાખવામાં આવેલ આ રોજો માત્ર ઉપવાસ નથી, પરંતુ ધૈર્ય અને સંયમની એક અનોખી મિશાલ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.