Geo Gujarat News

ત્રણ વર્ષની નાનકડી કનીઝ ફાતેમાનો જીવનનો પ્રથમ રોજો– સમીમ પાર્કમાં ખુશીની લાગણી

પવિત્ર રમઝાન માસના પાવન અવસરે આમોદ શહેરના સમીમ પાર્ક વિસ્તારમાં એક ભાવુક અને ગૌરવભર્યો પ્રસંગ સર્જાયો હતો. અહીં રહેતી ત્રણ વર્ષની નાનકડી કનીઝ ફાતેમા ગુલામ મય્યુદ્દીન ખત્રી એ પોતાના જીવનનો પ્રથમ રોજો નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યો હતો. નાની ઉંમર હોવા છતાં બાળકીએ દર્શાવેલી આસ્થા અને ઉત્સાહ પરિવારજનો માટે ગર્વનો વિષય બન્યા હતા.વહેલી સવારે સહેરીથી શરૂ કરીને સાંજના ઈફ્તાર સુધી કનીઝ ફાતેમાએ ખુશી અને નિર્દોષતા સાથે રોજો રાખ્યો હતો.પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકીમાં આખો દિવસ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેની માસૂમિયત અને પવિત્ર સ્મિતે ઘરનું વાતાવરણ વધુ ભાવુક બનાવી દીધું હતું.આ અવસરે ખત્રી બટોલા પરિવાર તરફથી, ખાસ કરીને ઝુલ્ફેકાર અલી હસનજી ખત્રી દ્વારા, બાળકીને દિલથી દુઆઓ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.પરિવારજનોએ ખુદાની બારગાહમાં હાથ ઉંચા કરી કનીઝ ફાતેમાની તંદુરસ્તી, દીર્ઘાયુષ્ય અને જીવનમાં સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.રોજો પૂર્ણ કર્યા બાદ બાળકીને પ્રેમથી વધાવવામાં આવી અને પરિવાર દ્વારા તેને આશીર્વાદ સાથે મીઠાઈ ખવડાવી આ ક્ષણને યાદગાર બનાવવામાં આવ્યો હતો. સમીમ પાર્ક વિસ્તારમાં પણ આ પ્રસંગે આનંદ અને ગર્વની લાગણી જોવા મળી હતી.નાનકડી કનીઝ ફાતેમાનો આ પ્રથમ રોજો પરિવાર માટે માત્ર ધાર્મિક ક્ષણ જ નહીં, પરંતુ સંસ્કાર, આસ્થા અને પ્રેમનો એક સુંદર સંદેશ બની રહ્યો છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.