આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર વહેતા થતા જ સમગ્ર આણંદ જિલ્લા સહિત ભાજપ પરિવાર અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગોવિંદભાઈ પરમાર ઉમરેઠ બેઠક પર ભાજપના મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2017માં પ્રથમવાર વિજયી થયા બાદ, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ જનતાએ તેમના પર વિશ્વાસ મૂકીને તેમને ફરીથી ગાંધીનગર મોકલ્યા હતા. પોતાના મતવિસ્તારમાં સતત સક્રિય રહેતા અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપનાર ગોવિંદભાઈની ખોટ પક્ષ અને જનતાને લાંબા સમય સુધી વર્તાશે. તેમના નિધન પર અનેક રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com