Geo Gujarat News

આમોદમાં કિન્નરો બેફામ, આશીર્વાદને બદલે અપશબ્દોનો મારો, હાઈવે પર વાહનચાલકોને લૂંટતી ટોળકી સક્રિય, જબરદસ્તી પૈસા પડાવતો વીડિયો વાયરલ..

આમોદમાં કિન્નરો બેફામ, આશીર્વાદને બદલે અપશબ્દોનો મારો, હાઈવે પર વાહનચાલકોને લૂંટતી ટોળકી સક્રિય: ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર હાઈવે પર આમોદ બસ ડેપો નજીક કિન્નરોએ જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર છોડી દીધો હોય તેમ વાહનચાલકોને બાનમાં લેવાનું શરૂ કર્યું છે. રવિવારની રજાના દિવસે મુસાફરોની અવરજવરનો લાભ ઉઠાવી, આ કિન્નરો દ્વારા મનસ્વી રીતે નાણાં ઉઘરાવવામાં આવતા હોવાનો એક સનસનીખેજ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાહનચાલકો સ્વેચ્છાએ 50 રૂપિયા આપવા છતાં આ કિન્નરો સંતોષ માનવાને બદલે 100 થી 200 રૂપિયાની જબરદસ્તી માંગણી કરીને રસ્તા પર આતંક મચાવી રહ્યા છે.રવિવારના નામે વાહનચાલકોની ઉઘાડી લૂંટ, પૈસા ન આપતા ગાળાગાળી અને આતંક: હદ તો ત્યારે થાય છે જ્યારે કોઈ મધ્યમવર્ગીય મુસાફર કે વાહનચાલક વધુ પૈસા આપવાની ના પાડે છે, ત્યારે આ કિન્નરો સભ્યતાની તમામ હદો વટાવીને જાહેરમાં બિભત્સ અપશબ્દો બોલી રહ્યા છે. રવિવાર હોવાનું બહાનું ધરીને આર્થિક ઉઘરાણી કરતી આ ટોળકી સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે હાઈવે પર ચાલતી આ ‘ઉઘાડી લૂંટ’ અને દાદાગીરીના કારણે મહિલાઓ અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો પણ ફફડાટ અનુભવી રહ્યા છે. શું સ્થાનિક પોલીસ આ ગુંડાગીરીથી અજાણ છે? તેવા વેધક સવાલો હવે જનતા પૂછી રહી છે. વાયરલ વીડિયોના આધારે આ અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.શ્રાપના ડર નીચે દબાયેલો જનતાનો અવાજ આખરે ગુંજ્યો, આમોદમાં કિન્નરોની લૂંટફાટનો પર્દાફાશ, જાગૃત યુવકે વીડિયો વાયરલ કરી પોલીસની ઉંઘ ઉડાડી: આમોદ-જંબુસર હાઈવે પર કિન્નરો દ્વારા આચરવામાં આવતી ઉઘાડી લૂંટનો વીડિયો વાયરલ થતા જ જાણે ફરિયાદોનું પૂર ઉમટ્યું છે. અનેક વાહનચાલકો અને મુસાફરો હવે સામે આવી રહ્યા છે કે તેમની સાથે પણ અવારનવાર આવું જ અભદ્ર વર્તન કરવામાં આવે છે. અત્યાર સુધી લોકો માત્ર એટલા માટે મૌન રહ્યા હતા કારણ કે આ કિન્નરો વાત-વાતમાં બિભત્સ ગાળો ભાંડે છે. અને ધર્મના નામે શ્રાપ આપવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઉભું કરે છે. લોકોની આ જ ધાર્મિક આસ્થા અને લાચારીનો ફાયદો ઉઠાવી આ ટોળકી મનસ્વી રીતે 100 થી 200 રૂપિયા પડાવવા માટે પડાપડી કરે છે. શ્રાપ અને અપશબ્દોના ડરથી કોઈ મગજમારી કરવા તૈયાર ન હોતું, જેનો ગેરલાભ આ તત્વો ઉઠાવી રહ્યા હતા. જોકે, આખરે કિન્નરોની આ ગુંડાગીરીથી કંટાળીને એક જાગૃત યુવકે પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર હિંમત દાખવી આ સમગ્ર કરતૂત કેમેરામાં કેદ કરી લીધી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અને હવે જનતા સવાલ કરી રહી છે કે, શું આશીર્વાદ આપવાના નામે આ રીતે હાઈવે પર આતંક મચાવવાની છૂટ કોણે આપી?વીડિયો વાયરલ બાદ હવે એક્શન ક્યારે? આમોદ હાઈવે પર કિન્નરોની ગુંડાગીરી સામે જનતામાં ઉકળતો રોષ, પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ: સોશિયલ મીડિયા પર કિન્નરો દ્વારા વાહનચાલકો સાથે કરાતી ગાળાગાળી અને ઉઘાડી લૂંટનો વીડિયો વાયરલ થયા બાદ હવે જનતાનો પિત્તો ગયો છે. અત્યાર સુધી શ્રાપ અને અપશબ્દોના ડરથી જે મુસાફરો મૌન સેવી રહ્યા હતા, તેઓ હવે એકસૂરે આ તત્વો સામે કાયદેસરના સકંજાની આશ રાખી રહ્યા છે. જાગૃત યુવકે હિંમત દાખવીને આ પાખંડનો પર્દાફાશ તો કરી દીધો છે, પરંતુ હવે દડો પોલીસના ફાળે છે. સ્થાનિકો અને મુસાફરો સવાલ કરી રહ્યા છે કે, શું ખાખી વર્દીનો ખોફ આ ગુંડાગીરી કરતા તત્વોમાં રહ્યો નથી? રવિવારના નામે મનસ્વી રીતે પૈસા પડાવતી અને ના પાડો તો સભ્યતાની હદો વટાવતી આ ટોળકી પર ક્યારે લગામ કસવામાં આવશે? આમોદની જનતા હવે માત્ર આશ્વાસન નહીં, પણ આ હાઈવે પરથી પસાર થતી દીકરીઓ અને પરિવારોની સુરક્ષા માટે નક્કર પોલીસ કાર્યવાહીની પ્રતીક્ષા કરી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.