ઓરા ગામની સીમમાં ચોરી, કે.પી. એનર્જી સાઇટ પર તસ્કરો ત્રાટક્યા: વાગરા તાલુકામાં ઔદ્યોગિક એકમો અને એનર્જી સાઇટ્સને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે. વાગરાના ઓરા ગામની સીમમાં આવેલી કે.પી. એનર્જી કંપનીની સાઇટ પરથી અજાણ્યા તસ્કરોએ કીમતી કોપર વાયરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કંપનીના અધિકારી દ્વારા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચોરીની આ ઘટના ગત 24 ફેબ્રુઆરી 2026 ની રાત્રિના 08 વાગ્યાથી 25 ફેબ્રુઆરી 2026 ની સવારના 7 વાગ્યા દરમિયાન બની હતી. વાગરાના ઓરા ગામની સીમમાં આવેલી કે.પી. એનર્જી સાઇટ પર સ્થાપિત સોલાર પેનલને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ 400 મીટર લાંબા કોપરના વાયરો કાપી લીધા હતા.

વીજ વાયર ચોરનાર તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન: KP કંપનીના ડેપ્યુટી મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ચોરી થયેલા 400 મીટર કોપર વાયરની અંદાજિત કિંમત 15000 થાય છે. તસ્કરોએ સોલાર પેનલ માળખાને નુકસાન પહોંચાડીને આર્થિક ફટકો માર્યો છે. 25 ફેબ્રુઆરીના રોજ સવારે જ્યારે કંપનીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે વાયરો કપાયેલી હાલતમાં જોવા મળતા ચોરીની જાણ થઈ હતી. વાગરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મનુભાઇ ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક કક્ષાએ તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com