Geo Gujarat News

વાગરા-આમોદ માર્ગ પર ટેન્કર ખોટકાતા ચક્કાજામ, કલાકો સુધી વાહનોની લાંબી કતારો, પોલીસની કવાયત બાદ વાહનવ્યવહાર પૂર્વવત

વાગરા ફાટક પાસે ટેન્કર બંધ પડતા વાહનવ્યવહાર ઠપ્પ: વાગરાથી આમોદને જોડતા વ્યસ્ત માર્ગ પર આજે એક કેમિકલ ભરેલું ટેન્કર રેલવે ફાટક પાસે અચાનક ખોટકાઈ પડતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ટેન્કરમાં ટેકનિકલ ખામી સર્જાતા માર્ગની વચ્ચે જ થંભી ગયું હતું, જેને પરિણામે રસ્તાની બંને બાજુએ એક કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ​ઘટનાની વિગત મુજબ, કેમિકલ ભરેલું ટેન્કર ફાટક પસાર કરી રહ્યું હતું ત્યારે જ રસ્તા વચ્ચે બંધ પડી ગયું હતું. માર્ગ સાંકડો હોવાથી જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેમાં નોકરીયાત વર્ગ અને ભારે માલવાહક વાહનો ફસાઈ ગયા હતા.પોલીસે સમયસૂચકતા વાપરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો: આ અંગેની જાણ વાગરા પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિકનું નિયંત્રણ હાથ ધર્યું હતું. ​ભારે જહેમત બાદ, પોલીસ દ્વારા ક્રેન મંગાવીને કેમિકલ ભરેલા ટેન્કરને માર્ગ પરથી ખેંચી સાઈડમાં કરવામાં આવ્યું હતું. ટેન્કર હટતાની સાથે જ વાહનવ્યવહાર ધીરે ધીરે શરૂ થયો હતો અને કલાકોની કવાયત બાદ ટ્રાફિક હળવો થયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને ક્રેનની મદદથી રસ્તો ખુલ્લો કરાવતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.