દેશમાં રસોઈ ગેસની સતત વધતી જતી માંગ અને મર્યાદિત પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નવા જાહેર કરાયેલા નિયમો અનુસાર, જે ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નું જોડાણ છે, તેવા ગ્રાહકો હવે પોતાના ઘરે વધારાના રસોઈ ગેસના સિલિન્ડર (LPG) રાખી શકશે નહીં. સરકારનો આ નિર્ણય ખાસ કરીને ગેસના જથ્થાના બિનજરૂરી સંગ્રહને રોકવા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી ગેસ સિલિન્ડરની સુવિધા સમયસર પહોંચાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.
નવા આદેશ મુજબ, PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોને હવેથી નવું LPG સિલિન્ડર બુક કરવાની કે ઘરમાં રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંત્રાલયના આ પગલાથી ગેસ સિલિન્ડર પરની નિર્ભરતા ઘટશે અને જે વિસ્તારોમાં હજુ સુધી પાઈપ લાઈન પહોંચી નથી, ત્યાં સિલિન્ડરનો પુરવઠો વધુ સુગમ બનશે. આ નિયમના અમલીકરણ માટે ગેસ એજન્સીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે ગ્રાહકો PNG સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, તેમનું LPG બુકિંગ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવે. સરકારના આ નિર્ણયથી આગામી દિવસોમાં ઘરેલુ ગેસના વિતરણ વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com