દેશભરમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આગામી નાણાકીય વર્ષથી FASTag એન્યુઅલ પાસના શુલ્કમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા દરો 1 એપ્રિલ, 2026થી દેશભરમાં અમલી બનશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, વાહનચાલકોએ હવે વાર્ષિક પાસ મેળવવા માટે અગાઉના ભાવ કરતા વધુ રકમ ચૂકવવી પડશે. અત્યાર સુધી જે FASTag એન્યુઅલ પાસ માટે મુસાફરોએ 3,000 ચૂકવવા પડતા હતા, તે હવે 3,075 માં મળશે. એટલે કે સીધો 75નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જે મુસાફરો નિયમિતપણે નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે અને એન્યુઅલ પાસ કઢાવે છે, તેમને આ ભાવ વધારાની સીધી અસર થશે. હાઈવે પરની માળખાકીય સુવિધાઓના વિકાસ અને જાળવણીના હેતુથી આ મામૂલી વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જો તમે પણ હાઈવે પર વારંવાર મુસાફરી કરો છો, તો 1 એપ્રિલ પહેલા જૂના દરે પાસ રિન્યૂ કરાવી લેવો હિતાવહ રહેશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com