Geo Gujarat News

આમોદ નગરપાલિકામાં બેઠકોનું સીમાંકન અને આરક્ષણ જાહેર, ૨૦૧૧ની વસ્તીના આધારે વોર્ડવાર માળખું તૈયાર..

૬ વોર્ડ અને ૨૪ બેઠકોનું સીમાંકન જાહેર, ૨૦૧૧ની વસ્તીના આધારે રોસ્ટર નક્કી: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી નગરપાલિકા ચૂંટણીઓ માટે આમોદ નગરપાલિકાના વોર્ડ અને બેઠકોની વહેંચણી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી જાહેરાત મુજબ ૨૦૧૧ની વસ્તી ગણતરીને આધાર માનીને કુલ બેઠકોનું માળખું નિર્ધારિત કરવામાં આવ્યું છે, જે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી શકે છે. નવી વિગતો મુજબ આમોદ નગરપાલિકાની કુલ વસ્તી ૧૫,૨૩૭ નોંધવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિની વસ્તી ૬ અને અનુસૂચિત જનજાતિની વસ્તી ૨,૫૪૦ છે. આ વસ્તીના આધારે નગરપાલિકાના કુલ વોર્ડની સંખ્યા ૬ રાખવામાં આવી છે અને પ્રત્યેક વોર્ડમાં ૪ બેઠકો લેખે કુલ ૨૪ બેઠકો પર ચૂંટણી યોજાશે. કુલ ૨૪ બેઠકોમાંથી મહિલાઓ માટે ૫૦% અનામતની જોગવાઈ હેઠળ ૧૨ બેઠકો અનામત રાખવામાં આવી છે.

આમોદમાં મહિલા શક્તિનો દબદબો, અડધી બેઠકો સ્ત્રીઓ માટે અનામત: કેટેગરી મુજબ જોતા અનુસૂચિત જાતિ : ૧ બેઠક (સ્ત્રીઓ માટે અનામત ૦), અનુસૂચિત જનજાતિ : ૩ બેઠક (જેમાં ૧ બેઠક સ્ત્રીઓ માટે અનામત), પછાત વર્ગ (OBC): ૬ બેઠક (જેમાં ૩ બેઠકો સ્ત્રીઓ માટે અનામત), સામાન્ય : ૧૪ બેઠકો (જેમાં ૮ બેઠકો સ્ત્રીઓ માટે અનામત) વોર્ડવાર બેઠકોની સ્થિતિ જોઈએ તો વોર્ડ નં. ૧ થી ૬ ની વિગતો મુજબ, દરેક વોર્ડમાં ચાર બેઠકો પૈકી સામાજિક અને જાતિગત સમીકરણો સેટ કરવામાં આવ્યા છે. વોર્ડ નં. ૨ માં અનુસૂચિત જનજાતિ સ્ત્રી માટે બેઠક ફાળવાઈ છે, જ્યારે વોર્ડ નં. ૩, ૫ અને ૬ માં પછાત વર્ગની બેઠકો પર મહિલા અનામત અને જનરલ કેટેગરીનું સંતુલન રાખવામાં આવ્યું છે. સૌથી વધુ સામાન્ય બેઠકો વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૪ માં જોવા મળી રહી છે. આ જાહેર થયેલા રોસ્ટર બાદ હવે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી અને જ્ઞાતિગત સમીકરણો બેસાડવાની ગણતરીમાં વ્યસ્ત થઈ ગયા છે. ખાસ કરીને મહિલા અનામત બેઠકો પર સક્ષમ મહિલા ચહેરાઓની શોધ શરૂ થઈ ગઈ છે

નગરપાલિકા: વોર્ડવાર બેઠકોનું વિશ્લેષણ..


યાસીન દિવાન, આમોદ 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.