ગુજરાતમાં સ્થાનિક રાજકારણનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યભરની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ તેમજ 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતો માટે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આ રાજકીય મહાસંગ્રામમાં વાગરા તાલુકા પંચાયત બેઠક હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની પરંપરાગત લડાઈમાં હવે આમ આદમી પાર્ટીએ પણ મજબૂત એન્ટ્રી કરીને જંગને ત્રિપાંખિયો બનાવ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો 28 એપ્રિલના રોજ મતગણતરી બાદ થશે. વાગરા તાલુકા પંચાયત કબજે કરવા માટે ત્રણેય મુખ્ય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વાગરા તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે પક્ષે જનતાના પ્રતિનિધિ તરીકે નીચે મુજબના નામો પર મહોર મારી છે:
-
ગાંધાર બેઠક: કાનજીભાઈ ભાઈલાલભાઈ પટેલ
-
કેશવાન બેઠક: વસાવા સુમનબેન
-
પીપલિયા બેઠક: વસાવા કિશનભાઈ
-
વિલાયત બેઠક: રાઠોડ રાજેશભાઈ રમણભાઈ
-
દહેજ-૧ બેઠક: જસોદાબેન
-
જાગેશ્વર બેઠક: નેહાબેન મહંત
-
ચાંચવેલ બેઠક: નાગજી રાઠોડ
-
ઓરા બેઠક: મહેન્દ્ર વનાદ
-
સુવા બેઠક: સુનિલ રાઠોડ
ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ પોતાના ગઢ સાચવી રાખવા અને નવા વિસ્તારો કબજે કરવા માટે રણનીતિ ઘડાઈ રહી છે. ઉમેદવારોના નામોની જાહેરાત સાથે જ હવે ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર અને જનસભાઓનો દોર શરૂ થઈ ગયો છે. મતદારો કયા પક્ષના શાસન પર પસંદગીનો કળશ ઢોળે છે, તે જોવું રસપ્રદ રહેશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com