નવી દિલ્હી: મોદી સરનેમને લઈને કરવામાં આવેલી વિવાદીત ટિપ્પણી સાથે જોડાયેલ માનહાનિ કેસમાં અપીલીય કોર્ટ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની દોષસિદ્ધિ અને સજા પર રોક લગાવવાની સૂરતમાં અને તેમની નજીક પોતાના સાંસદનો દરજ્જો યથાવત રાખવા માટે લોકસભાનો દરવાજો ખટખટાવવાનો અધિકાર છે. વિધિ વિશેષજ્ઞોએ શુક્રવારે આ વાત કહી હતી.
રાહુલ ગાંધીને શુક્રવારે લોકસભાના સભ્યપદથી અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવ્યા છે. આ અગાઉ ગુરુવારે સૂરતની કોર્ટ 2019માં ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી છે. જો કે, સજા સંભળાવ્યા બાદ તુરંત તેમને જામીન આપવામાં આવ્યા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસની રોક લગાવી દીધી હતી. જેથી તેઓ આ નિર્ણયને ઉપરી અદાલતમાં પડકારી શકે.
આ પણ વાંચો:
VIDEO: આ ખેડૂતે વિચિત્ર જાતના સંતરાનું વાવેતર કર્યું, જેટલા ખાવા હોય તેટલા ફ્રીમાં લઈ જાવ
ઝડપથી જવું પડશે ઉપરી કોર્ટમાં
વરિષ્ઠ વકીલ તથા ઉચ્ચતમ ન્યાયાલય બાર એસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહે કહ્યું કે, રાહુલ ગાંધીને ચૂંટણી પંચની હરકતમાં આવતા અને કેરલની વાયનાડ સીટ પર લોકસભા પેટાચૂંટણીની ઘોષણા કરતા પહેલા લોકસભાનું સભ્યપદ યથાવતા રાખવા માટે ફટાફટ તેમને હાઈકોર્ટમાં જવું પડશે.
સિંહે કહ્યું કે, જો દોષસિદ્ધુ પર રોક લાવે છે, તો રાહુલ ગાંધીનું સભ્યપદ ફરીથી યથાવત રાખી શકે છે. તેમને ફટાફટ અપીલીય કોર્ટમાં જવું પડશે. જો રાહુલની સજા પર રોક લાગી શકે છે, તો તેમની સીટ પર પેટાચૂંટણી નહીં થાય.
એક અન્ય વરિષ્ઠ વકીલ અજિત સિન્હાએ પણ સમાન મત જણાવ્યો છે. તેમણે કહ્યું કે, અપીલીય કોર્ટ દોષસિદ્ધિ પર રોક લગાવી શકે છે. જેનું પરિણામ તેમની લોકસભા સદસ્યતા યથાવા રાખવા તરીકે સામે આવી શકે છે.
આ પણ વાંચો:
PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે
અયોગ્યતા અયોગ્ય
વરિષ્ઠ વકીલ તથા સંવૈધાનિક કાયદાના નિષ્ણાંત રાકેશ દ્વિવેદીનું માનવું છે કે, અયોગ્યતા અયોગ્ય છે. કેમ કે રાહુલ ગાંધીને કોર્ટના ચુકાદાના પડકાર આપવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. તેમણે કહ્યું કે, હાલમાં જો રાહુલ ગાંધી ઈચ્છે તો, તેમને દોષસિદ્ધિ પર રોક લગાવવા માટે ફટાફટ ઉપરી કોર્ટમાં જવું પડશે.
દ્વિવેદીએ કહ્યું કે, જ્યારે તેમને ઉપરી કોર્ટમાંથી ચુકાદાના અમલ પર રોક મળી જશે, ત્યારે અયોગ્યતા સ્થગિત થઈ જશે. મારા વિચારથી, સજાને એક મહિનો લંબાવી રાખી છે. એટલા માટે તેમને અયોગ્ય ઠેરવવા ગેરકાયદેસર છે.
આ પણ વાંચો:
PHOTOS: અહીં એક જ પહાડ પર 77 મંદિરો આવેલા છે, મોક્ષ પ્રાપ્ત કરવા આવે છે હજારો લોકો
સત્ર ન્યાયાલયમાં થઈ શકે છે અપીલ
રાહુલની સામે કાનૂની ઉપાયો વિશે બતાવતા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કહ્યું કે, કેસની સુનાવણી સમાપ્ત થઈ ચુકી છે. દોષસિદ્ધિ તથા સજાનું જાહેરાત થઈ ચુકી છે અને પરિણામસ્વરુપ અયોગ્યા પણ પ્રભાવિત થઈ ગઈ છે. તેમણે કહ્યં કે, હવે પડકાર આપવા માટે સૂરતમાં આ મામલાની સુનાવણી સત્ર અદાલત કરશે. જે મામલેમાં પહેલી અપીલીય કોર્ટ છે.
લૂથરાએ કહ્યું કે, મને લાગે છે કે, સત્ર ન્યાયાલયથી ન ફક્ત સજાને નિલંબિત કરવા, પણ દોષસિદ્ધિ પર રોક લગાવવાની પણ અપીલ કરવામા આવશે. દોષસિદ્ધિ પર રોક લગાવવાની કેસમાં રાહુલ ગાંધી લોકસભા અધ્યક્ષ પાસે જશે અને તેમને એ કહેવા માટે હકદાર હશે કે, મારી દોષસિદ્ધિ પર રોક લગાવવામાં આવી છે, તેથી અયોગ્યતા પ્રભાવી રહી શકે નહીં.
News18ગુજરાતી
એસસીબીએના અધ્યક્ષ વિકાસ સિંહના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતા માટે અયોગ્ય ઠેરવવાનું ખોટું છે. તેમણે કહ્યું કે, કાનૂન બે વર્ષ સુધી બચાવવા માટ છે. આવક સાથે જોડાયેલ એક કેસમાં હાઈકોર્ટ એક ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે ત્યાં સુધી શબ્દની વ્યાખ્યા કરી હતી. અને કહ્યું કે, ત્યાં સુધી શબ્દનો અર્થ છે આગળનો સમય.અહીં સજાના સમયનો ઉલ્લેખ બે વર્ષ સુધી અથવા તેનાથી વધારે તરીકે કરવામા આવ્યો છે. તેનો અર્થ બે વર્ષની કારાવાસની સજા મેળવતા જનપ્રતિનિધિને અયોગ્યતાથી બચાવવાના છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર