Geo Gujarat News

કોંગ્રેસના મહિલા ધારાસભ્યને પતિએ કહ્યું રાજનીતિ છોડી, છોકરા સંભાળ, પત્નીએ કહ્યું એ નહીં બને

રાયપુર: છત્તીસગઢના કોંગ્રેસ ધારાસભ્ય અંબિકા સિંહદેવ અને તેના NRI પતિની વચ્ચે દિવસને દિવસે ડખા વધતા જાય છે. પતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી પત્નીને રાજનીતિ છોડીને પરિવાર સાથે રહેવાની અપીલ કરી છે. પત્નીએ ના પાડી દેતા પતિ અમિતાવો કુમાર ઘોષે આરોપ લગાવ્યો કે, પત્ની તેને મારે છે. બે વર્ષમાં તે ત્રણ વાર તેની ફટકારી ચુકી છે. ઘોષે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, તે 10 ફેબ્રુઆરી સુધી તેના વિશે લખતા રહેશે. ત્યાર બાદ તે ફેસબુકમાં લાઈવ આવીને પોતાની વાત રાખશે અને અંબિકાપુર જઈને પોતાની પત્નીને મળી તેને સમજાવવાની કોશિશ કરશે.

આ પણ વાંચો: 
રિયો ઓલંપિકમાં ઈતિહાસ રચનારી ભારતીય ગોલ્ડન ગર્લ દીપા કરમાકર પર 21 મહિનાનો લાગ્યો પ્રતિબંધ

અમિતાવો કુમાર ઘોષે ત્રણ દિવસ પહેલા મને કંઈક કહેવું છે, હૈશટેગ પહેલા પોસ્ટ કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, ધારાસભ્ય અંબિકા સિંહદેવ 26 વર્ષથી તેમની પત્ની છે. તેઓ બંને 51 વર્ષથી એકબીજાને જાણે છે. તેમને 20 અને 18 વર્ષના બે દીકરા પણ છે. પોસ્ટમાં તેમણે પત્નીને સક્રિય રાજનીતિ છોડી પરિવાર સાથે રહેવાની અપીલ કરી હતી. તેમણે પત્નીના પીએને પણ આ કામમાં તેની મદદ કરવાની અપીલ કરી હતી.

તેના જવાબમાં અંબિકા સિંહદેવે કહ્યું હતું કે, તે રાજનીતિ નહીં છોડે. તેમણે તો એવું પણ કહ્યું હતું કે, તેમના પતિ એક ભાજપ નેતા દ્વારા તેમના પર કરવામાં આવેલ કમેન્ટથી દુ:ખી છે. ભાજપ નેતા અને પૂર્વ મંત્રી ભૈયાલાલ રજવાડેએ અંબિકા સિંહદેવ પર અમુક આરોપ લગાવ્યા હતા. જો કે, બાદમાં તેમણે કહ્યું કે, તેમની વાતને મીડિયામાં ખોટી રીતે ચગાવવામા આવી છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

આ બાજૂ પત્નીએ ના પાડ્યા બાદ ઈંગ્લેન્ડમાં રહેતા પતિ અમિતાવો કુમાર ઘોષે અન્ય એક પોસ્ટ કરી. તેમાં તેમણે પત્ની પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે. જો કે, પત્ની અંબિકાએ આ આરોપો ફગાવી દીધા છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *