Geo Gujarat News

રાષ્ટ્રીય અધ્યક્ષ વીડિયો જાહેર કર્યો, પાર્ટીનો ઈતિહાસ જણાવ્યો – News18 ગુજરાતી

નવી દિલ્હી: કોંગ્રેસના સ્થાપના દિવસ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આજે સવારે ટ્વિટ કરીને લખ્યું કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે હંમેશા ભારતના લોકોના ભલા અને પ્રગતિ માટે કામ કર્યું છે, અમે ભારતના સંવિધાનમાં આપેલ રાજકીય, આર્થિક અને સામાજિક અધિકારોને ગેરેન્ટીકૃત અવસરની સમાનતામાં દ્રઢતાથી વિશ્વાસ ધરાવીએ છીએ.”

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ ટ્વિટની સાથે જ એક વીડિયો પણ ટેગ કર્યો છે, તેમાં કોંગ્રેસની સ્થાપના બાદથી હાલમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા સુધીના કોંગ્રેસના ઈતિહાસને લઈને હાલની યાત્રાને બતાવામાં આવી છે. આ વીડિયોના માધ્યમથી કોંગ્રેસ તરફ એ વાત કહેવાની કોશિશ થઈ રહી છે કે, ભારતના સંઘર્ષથી લઈને વિકાસ સુધી કોંગ્રેસનું મોટુ યોગદાન રહ્યું છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચતા જ પ્રથમ તબક્કો પુરો થયો છે. કોંગ્રેસ તેને લઈને ખૂબ જ ઉત્સાહિ દેખાઈ રહી છે. આ જ કારણ છે કે, કોંગ્રેસે તેના સ્થાપના દિવસવાળા વીડિયોમાં સામેલ કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે તો કાલે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે, આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે વાતચીત કરનારા લોકો સાથે આઈબી પુછપરછ કરી રહી છે. જયરામ રમેશે કહ્યું કે, સ્પષ્ટ રીતે મોદી અને શાહ ભારત જોડો યાત્રાથી ગભરાયેલ છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *