ભરૂચ શહેરમાં ઉતરાણ બાદ ઉઘડતા દિવસે જ કસરનાળા માં ટ્રાફિક જામ અને ઉભરાતી ગટર થી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર કસકગરનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઈન ઓવર ફ્લોર થઈ અને ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા રાહદારીઓ, વાહન ચાલકો અને દુકાનદારોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે આજની વાત કરવા જઈએ તો ભરૂચ કસકનાળા માં આજરોજ એક ટેમ્પો ફસાતા ટ્રાફિક જામની પણ સમસ્યા ઉદભવી હતી સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરિવળતા રહાદરીઓ અને દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતા તાત્કાલિક પ્રમુખ ઘટના સ્થળે પહોંચીને ચોકઅપ ગટર લાઈન બાબતે જેતે કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ કરાવવાની તાકીદ કરી હતી તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા પણ ફસાયેલા ટેમ્પા ને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કસક ગરનારા નીચેથી પસાર થતી ગટર લાઈન અવારનવાર ચોકપ થઈ ઓવરફ્લોર થતા નક્કર કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકો માંગ પણ ઉઠવા પામી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com