પ્રાપ્ત થતી માહિતી મુજબ ગતરોજ વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કર્યો હોવાની ખબરથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી.યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ બુલંદ થવા પામી છે. બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેંસલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટ ચાલતો હતો. અને તેના પ્રોપરાઇટર ગણેશ સિંહનાં કંપની પાસેથી નાણાં બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.ઘટનાને પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી.પોલીસ તેમજ વહીવટી તંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ગતરોજની ઘટનાને લઈ આજરોજ કંપની બહાર મૃતકના પરિજનો સહિત ખેડૂત હિત રક્ષકદળ,કરની સેના સહિત સર્વ સમાજ સેનાના પટેલ ઈમ્તિયાઝ પણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે કે પરિજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી છે.મૃતકના પરિજનોને જીવન નિર્વાહ માટે રૂપિયા પાંચ કરોડની માંગણી સહિત જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં થાય તેવી માંગ કરવામાં આવી હતી. જોકે ન્યાયિક તપસનું આશ્વાસન મળતા પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાલ કંપની બહાર સેંકડો લોકોએ ધામા નાંખ્યા છે.તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ ખડેપગે ફરજ બજાવી રહી છે.આપઘાત પેહલા સુપર વાઇઝર અને મૃતક ગણેશભાઈ જેઓ પેમેન્ટ બાબતે કંપની માં ગયા હતા. જ્યાં HR સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી.જેઓએ મૃતક સાથે ગેરવર્તન કર્યું હતુ.જે બાદ મૃતકે આપઘાત કર્યો હોવાની પણ લોકચર્ચાઓ વહેતી થઈ હતી.કંપનીના HR સંદીપ તેમજ અશોક મોરે હાલ ફરાર થઇ ગયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે.કંપનીના CCTV ફૂટેજ મેળવી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત ઉજાગર થઈ શકે એમ છે.

ઉલ્લેખનીય છે કે, શુભ લક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈ રિલાયન્સ પોલિસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી છે.રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીમાં નાણાં બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ, કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કેટલાક કામદારોના પગાર પણ અટવાયા હોવાની સુત્રિય માહિતી સાંપડી રહી છે.પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો છતી થાય તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે હાલ તો કંપની બહાર ધરણા કરી રહેલા લોકો દ્વારા ન્યાયીક તપાસની માંગ કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે.

નઈમ દિવાન – વાગરા
કોન્ટ્રાક્ટરના આપઘાત અંગે વધુ જાણકારી માટે ક્લિક કરો
વાગરા: રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરનો આપઘાત.? કંપની બહાર લોકોના જમાવડા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com