Geo Gujarat News

વાગરા: વન્ય પ્રાણીનો શિકાર કરી માંસ કટીંગ કરતી વેળાએ વનવિભાગ દ્વારા રેડ કરાતાં શિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા

વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્ય પ્રાણીનો શિકાર કરી માંસ કટીંગ કરાઈ રહેલ સ્થળ પર વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી વન્ય પ્રાણીનું માંસ જપ્ત કર્યું હતું. જોકે શિકારીઓ સ્થળ છોડી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી ૪ થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ બે મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા વનવિભાગની કચેરી ખાતેથી મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના જંગલ ખાતાના અધિકારીઓ તેમજ કમૅચારીઓ વાગરા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક ઈસમો વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટીંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે સ્થળ ઉપર દરોડો પાડતા વન્ય પ્રાણીનું કટીંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી.

વન વિભાગે સ્થળ પરથી માંસ, માંસ કટિંગ કરવાના સાધનો સહિત બે મોટરસાયકલ જપ્ત કરી માંસનાં નમૂના લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત હાથ ધરી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જોકે હાલતો વનવિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઇ ગયેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વનવિભાગની ટીમને મળી આવેલ માંસ કયા પ્રાણીનું છે.? એતો એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

નઈમ દિવાન – વાગરા

વાગરા: નીલગાયનો શિકાર કરનાર બે શિકારીઓ રેંજ કચેરીએ હાજર થયા, એક લાખનો દંડ ફટકારતું વનવિભાગ, વધુ તપાસ હાથ ધરાઈ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *