Geo Gujarat News

વાગરા: શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે આણંદનો ઈસમ ઝડપાયો, અઢી લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો

વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે ઇકો કારમાં લઈ જવામાં આવી રહેલ શંકાસ્પદ એસ.એસ ના વાલ્વ, પાઇપો, કોપરના વાયર સહિતના અઢી લાખ ઉપરાંતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે આણંદના એક ઇસમની ખડ-ખંડાલી નજીકથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાગરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર અનિતાબા જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ મથકના ASI રણજીતસિંહ પોલાભાઈ તેમજ ભોપાભાઈ ગફુરભાઈ સ્ટાફ સાથે થાણાબીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-23-CA-6136 જેમાં શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલો છે. અને ઇકો ગાડી વાગરાથી આમોદ તરફ જઈ રહી છે. વાગરા પોલીસે તરતજ એક્શનમાં આવી વાગરા-આમોદ માર્ગ ઉપર આવેલ ખડ-ખંડાલી બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી ઇકો કારની તલાશી લેતા કારના પાછળના ભાગેથી એસ.એસ ના વાલ્વ, એસ.એસ ની ગોળ પ્લેટો, એસ.એસ ના કટીંગ કરેલ નાના પાઇપ તેમજ કોપરના તાર મળી આવ્યા હતા. સદર મુદ્દમાલ બાબતે ચાલક પાસે આધાર પુરાવા માંગતા તે ગલ્લા-તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે એસ.એસ ના વાલ્વ, પાઇપ, પ્લેટો જેની અંદાજીત કિંમત 30,000 તેમજ 300 કિલો કોપરના તાર જેની અંદાજીત કિંમત 20,000 તેમજ ઇકો કાર જેની અંદાજીત કિંમત 200000 તથા મોબાઈલ ફોન મળી કુલ 2,55,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબ્જે કરી ઇકો ચાલક મોહંમદ અફવાન મોહમ્મદ સઈદ શેખ રહે. આણંદનાઓની 41(1) ડી મુજબ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નઈમ દિવાન – વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *