Geo Gujarat News

વાગરા: જૂની મામલતદાર કચેરીની ઇમારત અતિ-જર્જરિત, ભયજનક ઇમારતમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ લદાયો | VIDEO

વાગરા ગામમાં આવેલ જૂની મામલતદાર કચેરી અત્યંત જર્જરિત અને ભયજનક હોવાથી લોકોને સાવચેત કરવા હેતુસર નોટિસ લગાવી જર્જરિત બિલ્ડીંગમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લાડવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ સૂચનાનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે.

વાગરાના પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ જૂની મામલતદાર કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલ છે. જો કે કોઈ મોટી દુઘર્ટના સર્જાય તે પહેલાં તંત્રએ જાગરૂકતા બતાવી છે. અને સાવચેતીના સ્ટીકર લગાવી લોકહિતમાં કાર્ય કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી વાગરા પોલીસ મથકની બાજુમાં આવેલ જૂની મામલતદાર કચેરી ખખડધજ હાલતમાં ખંડેર ભાંસી રહી છે. અહીં જાનવરો અને માણસોના આવાગમનથી મોટી દુર્ઘટનાનો ભય સેવાય રહ્યો હતો, પંથકના જાગરૂત નાગરિકોની માંગ અને દુર્ઘટનાની ભીતિનાં પગલે તંત્રએ મોડે-મોડે પણ સફારે જાગીને લોકોને સજાગ કરવાનો પ્રયત્ન કર્યો છે. જર્જરિત કચેરી આસપાસ તેમજ જર્જરિત ઈમારતમાં લોકોને પ્રવેશતા રોકવા અર્થે જર્જરિત કચરી ફરતે નોટિસો ચોંટાડવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ જો મકાનમાં પ્રવેશ કરશે અથવા ઉપયોગ કરશે તો કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. જો કે, માણસો તો આ વાંચીને ચેતી જશે પરંતુ મૂંગા પશુ અને જાનવરોની જાનનું શું.? આવા અનેક પ્રશ્નો ગામના જાગૃત લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જાગૃત નાગરિકોમાંથી માંગ ઉઠવા પામી છે કે, આ મકાનને સંપૂર્ણપણે ઉતારી લેવામાં આવે જેથી માનવ સાથે મુંગેર પ્રાણીઓનો પણ જીવ બચાવી શકાય. જોકે ઇમારતની બાજુમાં મુસ્લિમ સમાજની દરગાહ પણ આવેલી છે. અહીંયા લોકો દર્શનાર્થે આવતા હોવાથી સતત લોકોની અવર-જવર રહેતી હોય છે. તદુપરાંત જર્જરિત બિલ્ડીંગની બાજુમાં હોમગાર્ડ ભવન પણ આવેલું હોય વધુમાં આ જર્જરિત ઇમારત પોલીસ સ્ટેશન, સામુહિક આરોગ્ય કેન્દ્ર, મામલતદાર કચેરી સહિત વાગરામાં પ્રવેશ તેમજ નિકાલ માટેનો મુખ્ય માર્ગ હોઈ તેવામાં જો આ ઇમારત ધરાસાઈ થાય અને કોઈ મોટી હોનારત સર્જાશે તો જવાબદાર કોણ.? જેવી અનેક લોકચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે. માટે જાગૃત લોકો સહિત સમયની પણ એજ માંગ છે કે આ જર્જરિત ઇમારતને તાકીદે ઉતારી લેવામાં આવે જેથી કોઈ મોટી હોનારતને અટકાવી શકાય.” હવે જોવું એ રહ્યું કે તંત્ર આ ખંડેર અને અતિ-જર્જરિત ઇમારતને ઉતારવાની કામગીરી હાથ ધરે છે. કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોવે છે.? એતો આવનાર સમયજ બતાવશે.


નઈમ દિવાન – વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *