આમોદ તાલુકાના નવા દાદા પોર ગામ નજીકથી પસાર થતી કેનાલમાં વધું પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ગામ લોકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે. તદુપરાંત ઠેર-ઠેર નહેરોમાં મોટાં-મોટાં ગાબડાં પડી ગયેલ છે. તેમજ ગાંડા બાવળ અને કચરાની સાફ-સફાઈ કરવામાં આમોદ તાલુકા નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડ્યું હોવાની ગામે ગામ ચર્ચાઓ વહેતી થઈ છે. જોકે સરકાર દ્વારા સમગ્ર દેશમાં “પાણી બચાવો જીવન બચાવો” નાં સૂત્રનો પોકાર કરવામાં આવી રહ્યો છે. જે સુત્ર પણ હવે જાડી ચામડીના અધિકારીઓના પાપે કારગત નીવડી રહ્યું તેમ નવા દાદાપોર ગામની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી નહેર પસાર થઈ રહી છે. જેમા હાલ નહેર વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે. જે નવા દાદાપોર ગામના લોકો માટે જાણે એક મુશિબત સાબિત થઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. વધુ પડતી પાણીની આવકનાં પગલે નહેરનાં પાણીથી ગામ લોકોને અવર-જવર કરવાંની પણ તકલીફ પડી રહી છે. વધુમાં આ પાણી ગામ લોકોનાં ઘરોનાં ખાળકૂવામાં ભરાઈ જતા ગામ લોકો ખુલ્લામાંજ સૌચક્રિયા કરવાં માટે પણ મજબૂર બન્યા છે. આમોદ તાલુકાના નવા દાદાપોર ગામના સરપંચ મહેન્દ્ર સિંહ ઠાકોરએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વધુ પડતી પાણીની આવકનાં પગલે કેનાલનુ પાણી બહાર ફેલાઈ રહ્યુ છે. જેના પગલે ગંદકીનુ સામ્રાજ્ય આઆકાર લઈ રહ્યું છે. જેથી મચ્છરોના ઉપદ્રવ થકી ગામમાં રોગચારો ફેલાઈ શકે તેવી દહેશત પણ તેઓએ વ્યકત કરી હતી. વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે આ બાબતની મૌખિક જાણ નહેર વિભાગનાં અધિકારીઓને કરવાં છતાંય અધિકારીઓએ આજ દિન સુધી સ્થળ ઉપર આવવાની તસ્દી પણ લીધી નથી. જ્યારે સરકાર દ્રારા “પાણી બચાવો જીવન બચાવો” નાં સૂત્રનો સાર્થક કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે. જે સુત્રના પણ આવા લાપરવાહ અને બેજવાદબાર અધિકારીઓ ધજાગરા ઉડાડતા હોઈ તેમ લાગી રહ્યું છે.

જ્યારે અન્ય ગામ લોકોએ પણ મીડિયા ટીમ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નહેર વિભાગનાં અધિકારીઓ દ્વારા નીતિ-નિયમોને નેવે મૂકીને પાણી ખુબજ વધું પ્રમાણમાં છોડવા માં આવી રહ્યુ છે. જેના પગલે બારેમાસ આ પ્રશ્નો યથાવત રહેતા હોય છે. જેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આજ દિન સુધી નહેર વિભાગનાં અધિકારીઓએ તસ્દી લીધી નથી. વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીંયા અમે ગરીબવર્ગના લોકો વસવાટ કરતા હોવાથી અમારી રજૂઆતોને કોઈ ધ્યાનમાં લેતા નથી. તેવા ગંભીર આક્ષેપ સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે તંત્ર ગામ લોકોને પડતી હાલાકીનો વેહલી તકે ઉકેલ લાવે અને કામ કરવામાં ઉદાસીનતા દાખવનાર અધિકારીઓને પોતાની જવાબદારીનું ભાન કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

યાસીન દિવાન ; આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com