મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા સર્કલ નજીકના વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્ષના નામથી મની એક્ષચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ભરૂચના મનુબર ખાતે રહેતા મોહમ્મદ તલહા ઇભ્રાહીમની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટના 500ના દરના બંડલો, અલગ અલગ દેશની ફોરેન કરન્સી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ રૂ. 38.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે પાલેજના રીક્ષા સ્ટેન્ડ નજીક હાઈ ક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્ષપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાંથી ટંકારીયા ગામના મોહમ્મદ આરીફ યુનુસ પટેલ નામનો ઈસમ ગેરકાયદે વિદેશી નાણુ એક્ષચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય, જે બાતમીના આધારે પણ SOG પોલીસે મોહમ્મદ આરીફ યુનુસ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણના 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી રૂ. 17.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ઈસમોની ધરપકડ કરવા સાથે કુલ રૂ. 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com