ભરુચ નેશનલ હવે ઉપર નબીપુર પાસે આવેલ દર્શન હોટલ સામે માર્ગ ઓળંગી રહેલ યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના જ કરૂણ મોત નીપજયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરુચ તાલુકાનાં જંગાર ગામની નવી નગરીમાં રહેતા ઉર્મિલાબેન વસાવાના પતિ 48 વર્ષીય રાજેશ ચંદુભાઈ વસાવા ગત તારીખ-27મી જાન્યુઆરીની સામે કરગટ ગામ ખાતે જવાનું કહી નીકળ્યા હતા જેઓ ભરુચ નેશનલ હવે ઉપર નબીપુર પાસે આવેલ દર્શન હોટલ સામે માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ધસી આવી રાહદારી રાજેશ વસાવાને ટક્કર મારી ફાંગોળી દેતા તેઓ ડિવાઇડર સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રાહદારીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું અકસ્માત અંગે નબીપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com