Geo Gujarat News

ભરૂચ: સામાજિક આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓએ ભરૂચ પ્રીમિયર લીગના વિરોધમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કર્યું

ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત ભરૂચ પ્રીમિયર લીગના વિરોધમાં ભરૂચ જિલ્લાના સામજિક આગેવાનો સહિત ક્રિકેટ પ્રેમીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર રોષ વ્યકત કરી આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી અપાઈ છે.

જિલ્લા સમાહર્તાને પાઠવાયેલ આવેદનમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ ભરૂચ પ્રીમિયર લીગના સાચા સંચાલક કોણ.? કારણ કે ભરૂચ જિલ્લામાં ક્રિકેટ એસોસિયેશનના નામે બે સંચાલિત છે. તેમજ ભરૂચ ક્રિકેટ એસોસિયેશન દ્વારા મન મરજી પ્રમાણે નિયમો બનાવામાં આવે છે. અને ભરૂચ જિલ્લામાં અન્ય સ્થળ ઉપર ચાલતી લીગમાં ક્રિકેટ ધરાવતાં ખેલાડીઓને બેન્ડ મારવા જેવા કુનીયમો લગાવ્યાં છે. તેમજ બરોડા ગ્રીન કાર્ડ ધરાવતા ખેલાડીઓને ભરૂચ પ્રીમિયર લીગમાં હરાજી કરાવી રમાડ્યા છે, તદુપરાંત કેટલાક ખેલાડીઓ કે જેઓ વય મર્યાદા વિતાવી ચૂક્યા હોવા છતાં તેમની ખરીદી કરી રમાડ્યા જેવા અનેકો આક્ષેપો કરવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા પાસે આજદિન સુધી જિલ્લાનું પોતાનું ક્રિકેટનું મેદાન કોના પાપે નથી.? તેની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે જો અમારી માંગણી નહિ સંતોષાય તો આવનાર દિવસોમાં ભરૂચ પ્રીમિયર લીગનાં વિરોધમાં ઉગ્ર આંદોલન કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જો કે આ બાબત અંગે થોડાં દિવસ પૂર્વે પણ ભરૂચ જિલ્લાનાં યુવા આગેવાન (પટેલ ઈમ્તિયાઝ ) દ્વારા આ બાબત અંગેનાં આક્ષેપ કરતાં લાઈવ વીડિયોના માધ્યમથી સંદેશ પાઠવી તેમની સામે આંદોલન કરવા માટેની ચીમકી પણ આપી હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *