વાગરા તાલુકાના સારણ ગામમાં આવેલ સરકાર હજરત ગેબન શહીદ પીરની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તેમજ ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
ઉર્સ નિમિત્તે દરગાહને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચઢાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. તેમજ અમન અને સુકૂન માટેની વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. દર વર્ષે ઈસ્લામિક રજબ મહિનાના ૨૨ માં ચાંદના રોજ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે. જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્ષમાં સામેલ થાય છે. આજરોજ સૈયદ વજરુદીન બાપુ સલાદરાવાળા અને સૈયદ મુખ્તાર અશરફ ભરૂચવાળાના હસ્તે સારણ મુકામે આવેલ સુપ્રસિદ્ધ સરકાર સૈયદ ગેબનશાહ બાવાના મજાર શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ઉર્ષ નિમિતે ન્યાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં આમ નીયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને ગામના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

નઈમ દિવાન – વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com