Geo Gujarat News

અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ ભભૂકી:પાંચ કિલોમીટર સુધી ધૂમાડા જોવા મળ્યાં, કંપનીમાં અફરાતફરી મચી, ફાયર વિભાગની ટીમ દોડતી થઈ

https://youtu.be/zEA5Imx8md0?si=BXvwojAtoLQ3t9Ng

અંકલેશ્વર GIDCમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે, તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે. આજે વહેલી સવારે આ ભયનાક આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગતા અફરાતફરીનો માહોલ
આગ લાગતા અફરાતફરીનો માહોલ

અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજુ પણ આગ યથાવત છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ DISH ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

આજે વહેલી સવારે જૈન પેકેજીંગ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુ બાજુમાં આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી છે. ત્યારે DPMC ના અંદાજીત 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આગમાં કોઈ જાનહાનીના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી.

ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યાં
ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યાં
ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો
ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો
દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *