Geo Gujarat News

આમોદ: કેનાલનું પાણી ખેતરો સહિત ઘર સુધી પહોંચ્યું.!, અધિકારીઓને જાણ કરવા છતાંય પરિણામ નહીં

આમોદ તાલુકાના નવા દાદા પોર ગામે વેહતી કેનાલનું પાણી લોકોના ઘરોમાં વાડામાં અને ખેતરોમાં ફરી વરતા ભારે તારાજી સર્જાઈ જવા પામી હતી.

મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના દાદાપોર ગામના ખેતરો સહિત રહેણાંક વિસ્તારમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ અંગે આમોદ નહેર નિગમના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલીફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા આજદિન સુધી કોઈજ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી. જેનાં પગલે લોકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ જોવાં મરી રહ્યો છે. ઉલેખનીય છે કે અગાઉ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરી દર્પણ બતાવવામાં આવ્યું હતું. નવાદાદાપોર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું પણ નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. મજૂરી કામ કરી પોતાનું પેત્યું રળતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દેહસત પણ લોકોમાં ફેલાવા પામી છે.

નોંધનીય છે કે આમોદ તાલુકાનાની મોટાભાગની નહેરોમાં મોટાં-મોટાં ગાબડાઓ પડી ગયેલ છે. તેમજ ગાંડા બાવળનુ પણ સામ્રાજ્ય સર્જાયેલ હોય તદુપરાંત નહેરમાં રહેલ કચરાની સાફ-સફાઈ પણ કરવામાં આમોદ તાલુકાનું નહેર વિભાગ ખાતુ તદ્દન નિષ્ફળ નિવડી રહ્યું હોવાની પણ લોકચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. જ્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવોનાં સૂત્રનો પોકાર કરવામાં આવી રહ્યા છે. જે સુત્ર પણ હવે આવા લાપરવાહ અધિકારીઓના પાપે કારગત નીવડે તેમ નવા દાદાપોર ગામની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે. ત્યારે નહેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ આ અંગે ધ્યાન દોરી સમસ્યાનું નિરાકરણ લાવવા નિંદ્રાધીન અધિકારીઓના કાન આમળે તે જરૂરી જણાઈ રહ્યું છે.

રિપોર્ટ: યાસીન દિવાન – આમોદ

થોડા દિવસ અગાઉ પ્રસિદ્ધ થયેલ સમાચાર પણ વાંચો

આમોદ: નહેર ખાતાની લાપરવાહીના કારણે ગ્રામજનોની હાલત કફોડી, ઘરના ખાળકુવા સુધી પહોંચ્યું નહેરનું પાણી.? સાંભળો ગ્રામજનોની વેદના | VIDEO

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *