Geo Gujarat News

આમોદ: શાળામાં આનંદ મેળાનું સુંદર આયોજન, બાળકોએ વિવિધ સ્ટોલ લગાવ્યા

આમોદની મિશ્ર શાળા-2 ખાતે આજરોજ આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ આમોદની મિશ્ર શાળા-2 માં યોજાયેલ આનંદ મેળામાં નાના બાળકો દ્વારા ખાણી-પીણીની ચીજ વાસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. અને સુકૂલમાં અભ્યાસ કરતા છોકરા અને છોકરીના વાલીઓએ પણ મિશ્ર શાળા-2 માં યોજાયેલ આનંદ મેળામાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકોએ લગાવેલ સ્ટોલમાં ખાણી-પીણીની વસ્તુઓ જેમાં પાણીપૂરી, ચતપતિ બટાકા, ખમણ જેવી વસ્તુઓના સ્ટોલ લગાવી આનંદ મેળાને સફળ બનાવ્યો હતો.

યાસીન દિવાન : આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *